દિલ્લી ઇન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર સળગાવ્યું શું તે ખેડૂત હોઈ શકે !

લોકસભામાં ખેડૂતો માટે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું , જેમાં વિપક્ષી દળોનો આક્ષેપ હતો કે આ બિલ ખેડૂત વિરોધી છે અને ખેડૂતો નું આ બિલ થી શોષણ થશે . આ બિલ માં ખેડૂત ના ખેતરમાંથી જ પાક ખરીદાય તેવા પ્રવધાન હતા. 

છેવટે આ બિલ પર તારીખ 27 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ની સહી થી આ બિલ ને કાયદાની મંજૂરી મળી ગયેલ છે.


26 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું . જેના બાદ આજે દિલ્લી માં ઇન્ડિયા ગેટ પાસે એક ટ્રક માં ભરીને ટ્રેક્ટર લાવવામાં આવ્યું જેને ત્યાં આગ લગાવી દીધી , આ ઘટનાનો વીડિયો પંજાબ યુથ કોંગ્રેસ દ્વારા લાઈવ પ્રસારિત કર્યા ની ખબરો પણ આવી રહી છે. 

આ ઘટનામાં દિલ્લી પોલીસ દ્વારા કુલ પાંચ પંજાબના રહેવાસીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના માં ટ્રેક્ટર સળગાવનાર ખેડૂત તો ના હોઈ શકે .

આ જે પ્રદર્શનો ખેડૂતો ના નામે ચાલી રહ્યા છે જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ અથવા સમર્થન આપી રહી છે.
    આમ આદમી પાર્ટી દ્વારા પણ એક રેલીનુ
 આયોજન કરવામાં આવ્યું 

ગુજરાત માં પણ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર માં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ