આપણો ગ્રહ પૃથ્વી



પૃથ્વી સૌરમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે પૃથ્વી સૌરમંડળમાં સુર્યની નજીકનો ત્રીજા નંબરનો ગ્રહ છે રેડિયોમેટ્રિક ડેટિંગ અને અન્ય પ્રમાણોને આધારે પૃથ્વીની રચના લગભગ ૪.૫ અબજ વર્ષ પહેલાં થઈ હતી‌.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અવકાશના અન્ય પદાર્થો સાથે આંતરક્રિયાઓ કરે છે ખાસ કરીને સૂર્ય અને ચંદ્ર, ચંદ્ર જે પૃથ્વીની કુદરતી સેટેલાઈટ છે સૂર્ય ફરતેની પૃથ્વીની કક્ષા અથવા સૂર્ય ફરતે એક આંટો મારતા લાગતો સમય 365.256 સુર્ય દિવસ છે પણ આપણે સરળતા ખાતર 365 દિવસ ગણીએ છે અને પોઇન્ટ પછીના સમયને ગણતરીમાં લઈને દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ કરવામાં આવે છે જેને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ.
પૃથ્વીના પોતાની અક્ષ ઉપરના ભ્રમણને લીધે પૃથ્વી પર ઋતુચક્ર ચાલે છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની ગુરુત્વાકર્ષીય  આતરક્રિયાઓને લીધે સમુદ્રમાં ભરતી આવે છે અને આ આંતરક્રિયાને લીધે દર ૧૦૦ વર્ષે ૨ મિલી સેકન્ડ જેટલું પૃથ્વીના ભ્રમણમાં ઘટાડો થાય છે.
    • પૃથ્વીએ સૌર મંડળમાં વધુ વજન ધરાવતા ચાર ગ્રહો માંનો એક છે પૃથ્વીનું દળ ૫.૯૭૨ × ૧૦ ની ૨૪ ઘાત કિલોગ્રામ છે
    • પૃથ્વીનું બાહ્ય આવરણ જેને આપણે મૃદાવરણ કે લીથોસ્ફીયર કહીએ છીએ જેના દ્વારા પૃથ્વીનો ૨૯ ટકા ભાગ રોકાયેલો છે આ જમીન વાળા ભાગમાં સાત મહાદ્વીપ અને ઘણા બધા ટાપુઓ આવેલા છે.
    • વધેલો 71 ટકા ભાગ પાણીથી ઘેરાયેલો છે જેમાં સમુદ્રો ,નદીઓ, તળાવો નો  સમાવેશ થાય છે જે ભાગને હાઈડ્રોસ્ફીયર  અથવા જલાવરણ કહીએ છીએ
    • પૃથ્વીના ધ્રુવ પ્રદેશો મોટાભાગે બરફથી ઢંકાયેલા છે 
    • પૃથ્વીની અંદર ની કોર ઘન લોખંડ અને અન્ય ધાતુઓની બનેલી છે જે સક્રિય અવસ્થામાં અને ખૂબ જ ગરમ છે. તથા બાહ્ય કોર  જે પ્રવાહી સ્વરૂપે છે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે
    • પૃથ્વીના શરૂઆતના એક અબજ વર્ષમાં ફક્ત સમુદ્રમાં જ જીવન શક્ય હતું ત્યારબાદ તે વાતાવરણ અને પૃથ્વીની સપાટી ને અસર કરતા થયા ત્યાર બાદ શરીર એરોબિક્સ નો ઉદ્ભવ ઓક્સિજન વાળા વાતાવરણ માં જીવી શકે તેવા જીવોનો ઉદભવ થયો.
    • અત્યારે પૃથ્વી પર ઘણી બધી જાતિના સજીવ જીવન જીવી રહ્યા છે તથા ૭.૭ અબજ માણસો પૃથ્વીના બાયોસ્ફીયર અને પ્રાકૃતિક સ્ત્રોતો ઉપર નિર્ભર જીવન જીવી રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ