ન્યુટન નો જન્મ 1642 માં ઇંગ્લેન્ડના વુલ્સથોર્પમા થયો હતો. ગેલેલીયો નું અવસાન થયું તેજ વર્ષે ન્યૂટનનો જન્મ થયો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ત્યાં પ્લેગ ફાટી નીકળતા તેની માતાના ખેતર પર પાછો ગયો. અહી તેને ઊંડા ચિંતન મનન કરવાની પુષ્કળ અનુકૂળતા થઈ અને ગણિત અને ભૌતિક વિજ્ઞાન ની ઘણી શોધો કરી. વિકલ ગણિત , ઋણાત્મક અને અપૂર્ણાંક ઘાતાકો
માટે દ્વીપ દી પ્રમેય , ગુરુત્વાકર્ષણ નો વ્યસ્ત વર્ગનો નિયમ, શ્વેત પ્રકાશનો વર્ણપટ જેવી શોધો ન્યુટન ને આભારી છે. ફરી કેમ્બ્રિજ પાછા ફર્યા પછી પરાવર્તક ટેલિસ્કોપ ની રચના કરી .
તેને પોતે રચેલ ગ્રંથ "THE PRINCIPIA MATHEMATICA" ને વિજ્ઞાન ના સર્વકાલીન મહાન ગ્રંથો માનો એક ગણવામાં આવે છે. તેમાં તેણે ગતિના ત્રણ નિયમો, ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ , તરલ નું યંત્ર શાસ્ત્ર , તરંગ ગતિનું ગણિત ,પૃથ્વી તેમજ સૂર્ય ના દળ અને અન્ય ગ્રહોના દળોની ગણતરી , ભરતી અને ઓટ ની સમજ જેવા અત્યંત મહત્વના મુદ્દા ઓ નો સમાવેશ કર્યો.
પ્રકાશ અને રંગો અંગેના તેના સંશોધનો તેના બીજા ગ્રંથ ઓપ્ટિક્સ માં જોવા મળે છે. કોપરનિકસ , કેપ્લર અને ગેલેલીયો ની વૈજ્ઞાનિક ક્રાંતિને તેણે આગળ ધપાવી અને પૂર્ણ કરી. પૃથ્વી પરની અને આકાશી ઘટનાઓ માં સમાન નિયમો હોવાનુ જણાવ્યુ. દા. ત. , પૃથ્વી પર સફરજન પાડવામાં અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ના ભ્રમણમાં સમાન પ્રકારના ગણિતીય સમીકરણ જણાય છે તેમ પ્રતિપાદિત કર્યું. ઈ. સ. 1727 માં ન્યુટન નું અવસાન થયું.
0 ટિપ્પણીઓ