બનાસકાંઠામાં બનાસકાંઠામાં થરાદ તાલુકામાં આવેલાં ગામો જેવાકે નાગલા , ડોડ ગામ , ખાનપુર માં છેલ્લે ૨૦૧૭ માં પુર આવ્યા છતાં આજે પણ આ વિસ્તારના ખેડૂતોના ખેતરો માં પાણી ભરાયેલા પડ્યા છે સાથે ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ રહી છે.
બનાસકાંઠા ના થરાદમાં 2015 માં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં આ વિસ્તાર ખેતી પર આધારિત હોવાથી તેમને ખુબ મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું , ત્યાર બાદ એક વર્ષ ના સમયબાદ ફરી પૂર આવ્યું.
થરાદના નાગલા , ડોડગામ અને ખાનપુર વિસ્તાર માં પૂર ને લીધે પાણી ભરાઈ ગયા , જેથી તેમના ઉભા પાક સડી ગયા હતા, પૂર આવ્યા ને ત્રણ વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ આ વિસ્તાર ના ખેતરોમાં પાણી ભરાઈને પડ્યા છે , જેને લીધે ખેડૂતોને તેમની જમીનમાં પાક ઉગાડવો ખુબજ રહ્યો છે..
ઘણા સમયથી પાણી ભરાઈ રહેવાને લીધે આ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ક્ષાર આવી ગયો છે , જેથી તેમની જમીનમાં પાક ઉગી રહ્યો જ નથી , જેમાં ઘણાબધા ખેતરો તો એવા છે જેમાં ચોમાસુ આવતાની સાથે જ જમીનમાંથી પાણી બહારત આવવા લાગે છે , જેથી ખેડૂતોને તેમનું રહેઠાણ ખાલી કરવાની પણ ફરજ પડે છે., પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ એ ખેડૂતો માટે ખૂબર નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે.
0 ટિપ્પણીઓ